રાજકોટના એરપોર્ટ રોડ પર એક એવો પાનનો ગલ્લો છે જેનું નામ છે કેન્સર પાન હાઉસ
Live TV
-
કેન્સર નાબુદી માટે આ પાનના ગલ્લાના માલિક મોહિત પોપટે પોતાના ગલ્લાનું નામ કેન્સર પાન હાઉસ પાડ્યું છે
કેન્સરથી પોતાના મિત્રના થયેલા મૃત્યુના કારણે મોહિતને દિલમાં લાગી આવ્યું હતું અને પોતાના પાન હાઉસ પર જે કોઈ તમાકુવાળુ પાન કે તમાકુવાળો માવો ખાવા આવે તેને તમાકુ વાળો માવો ખાવાની ના પાડે છે. ગ્રાહકને સમજાવે છે તમાકુ વાળો માવો ખાવાથી કેન્સર થઈ શકે છે. તમાકુ અને તમાકુવાળી ફાકી ગ્રહણ ન કરવા તથા સિગારેટ ન પીવા માટે તે સલાહ આપે છે. મોહિતના આ જાગૃતિ અભિયાનને લોકો બિરદાવી રહ્યા છે, વખાણી રહ્યા છે. મોહિતે 500 વ્યક્તિઓને વ્યસન મુક્ત કરાવવાનું સપનું સેવ્યું છે.