રાજપીપળામાં સરકાર દ્વારા સમર કેમ્પનું આયોજન, વિવિધ રમતોનું અપાશે કોચિંગ
Live TV
-
આ કેમ્પમાં બાળકોને વિવિધ રમતોનું કોચિંગ આપવામાં આવી રહ્યું છે. રાજપીપળાની વિલીયંટ ક્રિકેટ એકેડેમીના સહકારથી , સ્પોર્ટસનું કોચિંગ આપવામાં આવી રહ્યું છે. જેમાં આદિવાસી પટ્ટાના બાળકો જિમ્નેશિયમ કરાટે તથા ક્રિકેટના પાઠ ભણી રહ્યા છે.
હાલ શાળાઓમાં વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે. વેકેશનનો સદુપયોગ કરી બાળકો કંઈક નવું શીખે તેવું તમામ વાલીઓ ઈચ્છા રાખતા હોય છે, પરંતુ કેટલાક વાલીઓની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પોતાના બાળકોને સારુ પ્રશિક્ષણ અપાવી શક્તા નથી. આવા વાલીઓ અને બાળકો માટે નર્મદા જિલ્લામાં રાજ્ય સરકારના સ્પોર્ટસ ઓથોરિટી કંન્ટ્રોલ દ્વારા રાજપીપળાના સ્પોર્ટસ સંકુલ ખાતે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.