જુઓ ડાંગના જિલ્લાના ખેડૂતો કઈ રીતે બન્યા આર્થિક રીતે પગભર
Live TV
-
મધ પાલનનો વ્યવસાય કરી મધ ઉછેરમાં બન્યા પારંગત
ગુજરાતના છેવાડે ડાંગ જિલ્લો જંગલો અને વન સંપદા ધરાવે છે. આ જિલ્લામાં ખેડૂતો ખેતી સાથે મધ પાલનનો વ્યવસાય કરી મધ ઉછેરમાં પારંગત બન્યા છે. ડાંગમાં સુબીર અને વઘઈ તાલુકામાં રહેતા લગભગ 10 જેટલા ખેડૂતો ખેતી સાથે મધ ઉછેર કરી આર્થિક પગભર બન્યા છે. જિલ્લાના નાનકડા ગામમાં રહી મધ પાલન કરતા ચંદર ભાઈ તેમના માતા પિતા પાસે પ્રેરણા લઈ મધ ઉછેર કરી નવો ચીલો ચાતર્યો છે. મધ ઉછેરનો વ્યવસાય અપનાવી ડાંગની દેશી મધમાખી શું છે , તેની વિશેષતા શું છે તેના પર સંશોધન કરી પોતાના ખેતર માં માટલીઓમાં પેટીઓમાં તથા બોક્ષ માં મધમાખી ઉછેર કરે છે. આ દેશી મધ ના વેચાણ સાથે વન ઔષધિ માં દેશી મધ ના ઉપયોગ વિશેની તેમની કોઠા સુઝને કારણે દવામાં ઉપયોગ કરી મફત સારવાર કરે છે અને મધ વેચી આર્થિક ઉપજ મેળવી રહ્યા છે. તેઓ 1,000 થી 10,000 રૂપિયા k.g સુધી મધ વેચે છે. જયારે સુબીર તાલુકા ના નિશાણા ગામમાં રહેતા દલુ ભાઈ 400 રૂપિયા પ્રતિ કિલો મધ વેચાણ કરી સારી આવક મેળવી રહ્યા છે.