જૈન મુનિ તરૂણસાગરજી મહારાજ સાહેબ પામ્યા કાળ ધર્મ
Live TV
-
દિવંગત જૈન મહારાજ સાહેબ કડવે વચન માટે માટે ખુબ જાણીતા બન્યા હતા. સમગ્ર વિશ્વમાં તેમના સમર્થકો ફેલાયેલા છે.
જૈન મુનિ તરૂણસાગર આજે વહેલી સવારે કાળ ધર્મ પામ્યા છે. 51 વર્ષના તરુણ સાગર મુનિ છેલ્લા 20 દિવસથી કમળા થી પીડાતા હતા.આ રોગ ને કારણે તેમનું સ્વાસ્થ્ય દિવસેને દિવસે બગડતું જતું હતું. દિવંગત જૈન મહારાજ સાહેબ કડવે વચન માટે માટે ખુબ જાણીતા બન્યા હતા. સમગ્ર વિશ્વમાં તેમના સમર્થકો ફેલાયેલા છે.મુનિ તરૂણસાગરજી મહારાજ સાહેબનું સાંસારીક નામ પવન કુમાર જૈન હતું. તેમનો જન્મ મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના ગુહજી નામના ગામમાં 26 જુન 1967ના રોજ થયો હતો.મુનિશ્રી એ 8 માર્ચ 1981ના રોજ ઘર છોડી દીધુ હતુ. ત્યાર બાદ તેમણે જૈન દિક્ષા ગ્રહણ કરી હતી. તરુણ સાગર મહારાજના અવસાન પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું અને રાજ્ય ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ શ્રધ્ધાંજલી પાઠવી હતી.