ડીસાઃ આ ખેડૂતે કિસાન એપ થકી શક્કરટેટીના ઉત્પાદનમાં કર્યો વધારો!
Live TV
-
કેન્દ્ર સરકારની કૃષિ વિષયક જાણકારીનો સદપયોગ કરી શક્કર ટેટીના ઉત્પાદનમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે.
બનાસકાંઠાના ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામે રહેતા ખેતાજી સોલંકીએ રાજ્ય અને કેન્દ્ર સરકારની કૃષિ વિષયક જાણકારીનો સદપયોગ કરી શક્કર ટેટીના ઉત્પાદનમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે.
રાજ્ય સરકારના કૃષિ મહોત્સવ અને કિસાન એપમાં બતાવેલ પદ્ધતિથી ખેતાજીએ પોતાના સાત વિઘા ખેતરમાં શક્કરટેટીનું વાવેતર કર્યું. જેમાં તેમને એક લાખ, સાડત્રીસ હજારના રોકાણ સામે સરકારની ત્રીસ હજાર સબસીડી મળતા માત્ર એક લાખ સાત હજારનો ખર્ચ થયો અને તેની સામે માત્ર સિત્તેર દિવસમાં જ 21 લાખનું માતબર ઉત્પાદન મેળવ્યું.
આ જોઈ અન્ય ગામોમાંથી ખેડૂતો તેમની ખેતી જોવા આવવા લાગ્યા છે અને હવે તેઓ ખેતાજીની પદ્ધતિથી શક્કરટેટીની ખેતી કરી કમાવા માંગે છે. નવી ટેકનોલોજીનો ઉપયોગ વ્યક્તિની આવકમાં વધારો કરી શકે છે, તેમ ખેતાજીએ જણાવ્યું હતું.