ગુજરાતના 45 ખેડૂતો ઈઝરાયલના કૃષિ મેળામાં ભાગ લેશે
Live TV
-
ઈઝરાયલમાં હાલ વર્લ્ડ કૃષિ મેળો ચાલી રહ્યો છે, વિવિધ દેશોના ખેડૂતો ભાગ લઈ રહ્યા છે.
ઈઝરાયલમાં હાલ વર્લ્ડ કૃષિ મેળો ચાલી રહ્યો છે, વિવિધ દેશોના ખેડૂતો ભાગ લઈ રહ્યા છે. જેમાં ગુજરાતમાંથી પ્રથમ રાઉન્ડમાં ૪૫ ખેડૂતો આ મેળામાં ભાગ લેશે. બોટાદ જિલ્લામાંથી પૂર્વ કેબીનેટ મંત્રી આત્મારામ પરમાર, કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ અને જિલ્લા ભાજ્પ પ્રમુખ સહિત કુલ ૧૧ ખેડૂત આગેવાનો આ કૃષિ મેળામાં ભાગ લેવાના છે.
ખેતીને લગતા આધુનિક ઉત્પાદનો, સાધન સામગ્રી અને ખેતીમાં આવેલાં આધુનિક પરિવર્તન જેવી તમામ માહિતી મેળવી, આવનારા દિવસોમાં ગુજરાતના ખેડૂતોની આવક વધે, પાણીના ઓછા વપરાશ સાથે ખેતીનો સારો પાક લઈ શકાય તેવા હેતુ સાથે આ પ્રવાસનુ આયોજન કર્યું છે.