નર્મદા પાણીનો લાભ લઈ પાટણ જિલ્લાનો આ ખેડૂત પપૈયાની ખેતીમાં કમાય છે લાખો!
Live TV
-
એક જ દાયકામાં નર્મદા પાણીની કેનાલના નેટવર્કથી ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જીલ્લામાં નર્મદાનું પાણી ખેતરોમાં રેલાતું થયું.
ઉત્તર ગુજરાતનો પાટણ જીલ્લો એટલે ખેતી અને પશુપાલન પર નિર્ભર જનસંખ્યા ધરાવતો જીલ્લો. કેટલાક વિસ્તારોમાં મીઠું પાકે છે તો કેટલાક વિસ્તારોમાં ખેતી થાય છે. આ વિસ્તારમાં બનાસ, સરસ્વતી, રૂપેણ જેવી નદીઓના જળસ્તર પણ ઘટ્યા છે. જો કે તેમ છતાં કેટલાક ખેડૂતો પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરી તેમજ સૂઝ વાપરી ખેતીના પાકમાં સારું એવું ઉત્પાદન કરે છે.
જો કે સુઝલામ સુફલામ યોજના આવ્યા બાદ એક જ દાયકામાં નર્મદા પાણીની કેનાલના નેટવર્કથી ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જીલ્લામાં નર્મદાનું પાણી ખેતરોમાં રેલાતું થયું.
પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના સાગોડિયા ગામના નગીનદાસ પટેલ નામના ખેડૂતે ૨૫ વીઘા જેટલી જમીનમાં પપૈયાની સારી એવી ખેતી કરી છે. આજથી ૧૦ વર્ષ પહેલા નદી કાંઠે ખેતર હોવા છતાં ટ્યુબવેલનું પાણી ૫૦૦ ફૂટથીયે નીચેથી મળતું અને તે પણ ક્ષારયુક્ત હોવાથી ખેતી સારી થઈ શકતી નહોતી.
પરંતુ હવે નર્મદાના પાણી થકી નગીનભાઈએ પણ પોતાના ટ્યુબવેલમાં મીઠું પાણી જોતા જ બાગાયત વિભાગનો સંપર્ક કર્યો અને ૨૫ વીઘાના ખેતરમાંથી ૮ વીઘા જમીનમાં પપૈયાની તાઇવાન ૭૮૬ જાતનું વાવેતર કર્યું.
છેલ્લા ૫ વર્ષથી તેમના ખેતરમાં ૫ હજાર પપૈયા થાય છે અને તેમાંથી તેમને વર્ષે ૨૦ લાખની કમાણી થાય છે. આજે નગીનભાઈનું પપૈયું બાઝાર માં ૧૫ થી ૧૮ રૂપિયે કિલો વેચાય છે.