Skip to main content
Settings Settings for Dark

સોશિયલ મીડિયાના ઉપયોગથી ખેડૂતે મેળવી સફળતા, ઉત્પાદન પણ વધુ કર્યું

Live TV

X
  • તેમણે ત્રણ વર્ષ સુધી આ માહિતીના આધારે ખેતી કરી અને સારું એવું ઉત્પાદન પ્રાપ્ત કર્યું.

    આજના તીવ્ર હરિફાઈના સમયમાં ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના ઉપયોગ દ્વારા કેવી રીતે સફળ ખેતી કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ જૂનાગઢના ગલિયાવડ ગામના ખેડૂત રસિકભાઈએ પૂરૂ પાડ્યું છે.

    ઝીરો બજેટમાં નેચરલ ફાર્મિંગ અને ઓર્ગેનિક ખેતી કેવી રીતે કરવી તેની માહિતી રસિકભાઈએ ઇન્ટરનેટ મારફતે શોધી અને તે મુજબ ખેતી કરવાની શરૂ કરી. તેમણે ત્રણ વર્ષ સુધી આ માહિતીના આધારે ખેતી કરી અને સારું એવું ઉત્પાદન પ્રાપ્ત કર્યું.

    જો કે પાકને બજારમાં સીધો વેચવા જતા પૂરતા ભાવ મળતા નહોતા, તેથી તેમણે પોતાની ખેતપેદાશ સોશિયલ મીડિયા મારફતે વેચવાનું શરૂ કર્યું. આ વખતે તેમને ઘણી સફળતા મળી અને આગામી સમયમાં થનારા ઘઉંના પાકનું પણ તેમણે સોશિયલ મીડિયા મારફતે એડવાન્સ બુકિગ કર્યું છે. રસિકભાઈએ અન્ય ખેડૂતોને પણ ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply