આજે મધર્સ ડે, સોશિયલ મિડિયામાં મધર્સ ડેનો ટ્રેન્ડ
Live TV
-
ટ્વીટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર લોકો પોતાના માતાને યાદ કરતી સેલ્ફી પોસ્ટ કરી રહ્યા છે તો કોઈ માતાના યોગદાનને યાદ કરી રહ્યા છે
આજે મધર્સ ડેની દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે ટ્વીટર પર મધર્સ ડે ખૂબ ટ્રેન્ડ કરી રહ્યો છે..જેમાં ટ્વીટર રસિકો પોતાની માતા સાથેની સેલ્ફી લેતી ફોટો પોસ્ટ કરી માતાના યોગદાન અને તેની કર્તવ્યપરાયણની ભાવનાને યાદ કરે છે..
તો જાણીતા સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે ઓડિસાના પુરીના દરિયાકિનારે મધર્સ ડે પર સુંદર રેતચિત્ર તૈયાર કર્યુ છે..જેમાં સંતાનને વ્હાલ વરસાવતી માતાનું રેતચિત્ર એ વાતની પ્રતિતી કરાવે છે કે મા તે મા બીજા બધા વગડાના વા...અને બીજુ રેતચિત્ર બનાવ્યુ છે પ્રધાનમંત્રી મોદી અને તેમના માતા હીરાબાનું..અને સંદેશમાં લખ્યુ છે માતાની મમતા...આ રેતચિત્ર ટ્વીટર પર ખૂબ લાઈક થઈ રહ્યુ છે..
ગુગલ એ માત્ર દુનિયાનો સૌથી મોટુ અને શ્રેષ્ઠ સર્ચ એન્જિન જ નથી પરંતુ તે હંમેશા ધ્યાન રાખે છે કે આપણી જીંદગીમાં જરૂરી દિવસો ક્યારેય ન ભૂલાય...અને એટલે જ ગુગલે પોતાના ડૂડલ દ્વારા મહત્વપૂર્ણ તારીખ અને ઘટનાઓની જાણકારી આપતુ રહે છે..આ વખતે ગુગલે મધર્સ ડે પર એક ક્યુટ ડૂડલ બનાવ્યુ છે..અને લોકોનું દિલ જીતી લીધુ છે.ડૂડલમાં એક માદા ડાયનોસોર પોતાના બાળક સાથે ચાલતી જોવા મળે છે..જેમાં બતાવાયુ છે કે એક મા પોતાના બાળકને ગાઈડ અને સપોર્ટ કરવા માટે હંમેશા તૈયાર રહે છે..
બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચને ફેસબુક પર પોતાની માતા સાથેની વર્ષો જૂની યાદને રજૂ કરતી ફોટો પોસ્ટ કરી છે..તેમણે લખ્યુ છે કે માતાના પ્રેમ જેવું કશું જ નથી. હું એ તમામ માતાઓનો આભાર માનુ છું કે જેમણે પોતાના નવજાત શિશુને પ્રેમ અને સલામતી પ્રદાન કરી સફળતાની કેડી કંડારતા થતા શીખવ્યુ છે..