આદિવાસી બહુલતા ધરાવતા તાપીના વાલોડની મહિલાએ જીત્યો સુપરસ્ટાર ક્વીનનો એવોર્ડ
Live TV
-
મુંબઈમાં ફેશન કંપની પનાસ દ્વારા આયોજિત સ્પર્ધામાં ગુજ્જુ મહિલાએ વધાર્યુ ગૌરવ
આજના આધુનિક યુગ માં મહિલા ઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. તેમાંય, હવે તો શિક્ષણ વધતાં ,ટેકનોલોજી ના ,આ યુગ માં ,મહિલાઓ ,ક્યાંય પાછી પડતી નથી. તાપી જિલ્લા ના ,વાલોડ ખાતે રહેતા, અને સામાન્ય પરિવાર ના અમિત વાઘ ના, ધર્મ પત્ની ,રશ્મિ વાઘે ,મુંબઇ ખાતે ,પનાસ કું. દ્વારા યોજાયેલા, મિસિસ ઇન્ડિયા સ્પર્ધા માં ,ભાગ લીધો હતો. મિસિસ ઇન્ડિયા સ્પર્ધામાંથી ,ભારત ભર માંથી ,500 જેટલી મહિલાઓ એ ,ભાગ લીધો હતો. મહિલા સશક્તિકરણ, પર્યાવરણ ,તથા સ્વચ્છ ભારત ની થીમ પર ,સ્પર્ધા નું ,આયોજન થયું હતું. જેમાં ,વિવિધ પરીક્ષણો ,અને કવીઝ માંથી પસાર થયા પછી ,પ્રથમ ક્રમાંકે ,રશ્મિ વાઘ ,વિજેતા થતા ,તેમને સુપર સ્ટાર કવીન તરીકે ,ક્રાઉન મળ્યો હતો. અને શિલ્ડ સર્ટિફીકેટ ,તથા પનાસ 2018 નો ,એવોર્ડ પ્રાપ્ત થતા ,તેઓ બ્રાન્ડ એમ્બેસેડર ,બન્યા હતા.