સાપુતારામાં ગ્રીષ્મ મહોત્સવનો રંગારંગ પ્રારંભ
Live TV
-
સાપુતારામાં 11 થી 25 મે દરમિયાન ,ગ્રીષ્મ ફેસ્ટિવલનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવે છે.
સાપુતારાનો સમર ફેસ્ટિવલ રાજ્ય અને રાજ્ય બહાર વિખ્યાત થઈ ગયો છે. ગુજરાતનું આ એકમાત્ર ગિરિમથક છે, જ્યાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. સાપુતારામાં 11 થી 25 મે દરમિયાન ગ્રીષ્મ ફેસ્ટિવલનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવે છે. આ મહોત્સવનું ઉદ્ઘાટન કરતાં મંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લાના અંજનકુંડ, અટાલાધામ, શબરીધામ, ગીરા અને ગીરામલ ધોધ જેવા પર્યટન સ્થળોને વધુ લોકભોગ્ય બનાવવા માટે રાજ્ય સરકારે અનેકવિધ પ્રોજેક્ટો હાથ ધર્યા છે. પરિણામે સ્થાનિક રોજગારીનું પણ મોટાપાયે સર્જન થાય છે. જિલ્લા કલેકટર બી. કે. કુમારે પણ પ્રવાસીઓને આવકારી ડાંગ જિલ્લાની ઇકો ટુરિઝમ સરકીટ અંગે સૌને જણાવ્યું હતું.