દમણમાં પાવર ગ્રીડ કાર્પોરેશન ઓફ ઇંડિયા લિમીટેડ દ્રારા રાજ્ય સ્તરિય ચિત્ર સ્પર્ધાનુ આયોજન
Live TV
-
દમણ દીવના 50 શ્રેષ્ઠ સ્પર્ધકોએ લીધો ભાગ
કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પાવર ગ્રીડ કાર્પોરેશન ઓફ ઇંડિયા લિમીટેડ દ્રારા રાજ્ય સ્તરિય ચિત્ર સ્પર્ધાનુ આયોજન રાખવામાં આવ્યુ હતું. જેમા દમણ દીવના ૫૦ શ્રેષ્ઠ સ્પધકોએ ભાગ લિધો હતો. ઊર્જા મંત્રાલયના આદેશ મુજબ પાવર ગ્રીડ કારપોરેશન દ્રારા ગ્રુપ ઍ અને બી ગ્રુપમાં દમણ દીવની ૧૨૦ શાળાઓ વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી. જેમા ૭૩૪૮ વિધાથિઓએ આ સ્પર્ધા માં ભાગ લિધો હતો. દરેક શાળામાંથી ૨ શ્રેષ્ઠ સ્પધકો વચ્ચે રાજ્ય સ્તરની સ્પર્ધા યોજાઈ હતી. જેમા દમણ દીવના ૫૦ વિધાથિઓએ ભાગ લીધો હતી. શ્રેષ્ઠ સ્પધર્ક ને વિવિધ ઈનામો આપી પરસ્કૃત કરવામા આવ્યા હતા.