દા.ન.હ.માં મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડે નિમિત્તે કાર્યક્રમ યોજાયો
Live TV
-
દાદરા નગર હવેલી પ્રશાસનના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ઉમંગ કાર્યક્રમ અંતર્ગત 'મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે' નિમિતે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપવા ઉપરાંત મહિલાઓને સેનેટરી કીટ પણ આપીને તેનો ઉપયોગ કરવા અંગે ભાર મૂકાયો હતો. આ અંગે લોકજાગૃતિ માટે શહેરમાં રેલી પણ નીકળી હતી. આ અવસરે પ્રશાસકના સલાહકાર એસ.એસ.યાદવ, આરોગ્ય વિભાગના નિદેશક ડો.વી.કે.દાસ, ક્રિશ્ના ચૈતન્ય સહિત આરોગ્ય વિભાગની ટીમ તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.