સાપુતારામાં કુદરતી વાતાવરણનો આનંદ માણવા પ્રવાસીઓ ઉમટ્યા
Live TV
-
ડાંગ જિલ્લાનું ગિરિમથક સાપુતારા પ્રવાસીઓ માટે હવાખાવાના સ્થળ તરીકે જગજાહેર છે. અહીં ,દરેક ઋતુમાં પ્રવાસીઓ નો પગરવ ધબકતો જોવા મળે છે. હાલમાં એક તરફ ઉનાળાની ઋતુ નો અસહ્ય તડકો પડી રહ્યો છે ત્યારે પ્રવાસીઓ જંગલના ખુશનુમા વાતાવરણ તરફ વળી રહ્યા છે.
ડાંગ જિલ્લાનું ગિરિમથક સાપુતારા પ્રવાસીઓ માટે હવાખાવાના સ્થળ તરીકે જગજાહેર છે. અહીં ,દરેક ઋતુમાં પ્રવાસીઓ નો પગરવ ધબકતો જોવા મળે છે. હાલમાં એક તરફ ઉનાળાની ઋતુ નો અસહ્ય તડકો પડી રહ્યો છે ત્યારે પ્રવાસીઓ જંગલના ખુશનુમા વાતાવરણ તરફ વળી રહ્યા છે. પેરાગ્લાઈડિંગ, બોટિંગ, સનરાઈઝ પોઈન્ટ, સનસેટ પોઇન્ટ મ્યુઝિયમ, તેમજ ક્રાફટ બજારોમાં ખરીદી કરીને ,પ્રવાસીઓ વેકેશન ની મજા માણી રહ્યા છે. ગુજરાત તેમજ અન્ય રાજ્યના પ્રવાસીઓ ,ડાંગમાં આવીને ,અહીંના જંગલો, કુદરતી વાતાવરણનો આનંદ ઉઠાવી રહ્યા છે.