મહી અને સાગરના સંગમ સ્થાન વહેરાખાડી ખાતે "મહીસાગર વન " ઉછેરવામાં આવ્યું
Live TV
-
મહી અને સાગરના સંગમ સ્થાન એવા વહેરાખાડી ખાતે રાજ્યના વન વિભાગ દ્વારા "મહીસાગર વન " ઉછેરવામાં આવ્યું છે. જે આણંદ સહીત અન્ય જીલ્લાના નાગરિકો માટે ફરવાનું સુંદર સ્થળ બન્યું છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી વૃક્ષોની ઉપાસનાનું મહત્વ રહ્યું છે. વન વિભાગ દ્વારા મહીસાગર વનમાં ૨૭ નક્ષત્રોના આરાધ્ય એવા ૨૭ જાતના વૃક્ષો અહીં વાવવામાં આવ્યાં છે.
મહી અને સાગરના સંગમ સ્થાન એવા વહેરાખાડી ખાતે રાજ્યના વન વિભાગ દ્વારા "મહીસાગર વન " ઉછેરવામાં આવ્યું છે. જે આણંદ સહીત અન્ય જીલ્લાના નાગરિકો માટે ફરવાનું સુંદર સ્થળ બન્યું છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી વૃક્ષોની ઉપાસનાનું મહત્વ રહ્યું છે. વન વિભાગ દ્વારા મહીસાગર વનમાં ૨૭ નક્ષત્રોના આરાધ્ય એવા ૨૭ જાતના વૃક્ષો અહીં વાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત ચંદન વન, રાશિ વન, નવગ્રહ વન , નાળીયેર વન, કેલાશ વન, સાંસ્કૃતિક વન, નિસર્ગ વન, જૈવિક વનમાં વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. મહીસાગર વનમાં ધ્યાનકુટિર ઉપરાંત બાળ કુટિર તેમજ બાળકો માટે રમત- ગમતના સાધનો પણ મૂકવામાં આવ્યાં છે. પ્રવાસીઓ આનંદ માણી શકે તે માટે બર્ડ ઝોન તેમજ બર્ડ વોચ ટાવર પણ ઉભા કરવામાં આવ્યાં છે. સ્થળાંતરિત પક્ષીઓ માટે પણ આ સ્થળ આકર્ષણનું કેન્દ્ર છે.