દિવાળીની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા પ્રવાસીઓ
Live TV
-
નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની નજીક બનેલી 182 મીટર ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુર્નિટીને નિહાળવા ઉમટ્યા દેશ વિદેશના પ્રવાસીઓ
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે દિવાળીની રજાઓમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે.જ્યાં લોકોને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાનું ખૂબ ગમી રહ્યું છે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની નજીક નર્મદા નદીની મધ્યે સાધુ બેટ બનેલી 182 મીટર ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુર્નિટી નું લોકાર્પણ 31 ઓક્ટોબર ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. જે બાદ હવે દેશ વિદેશ ના પ્રવાસીઓ અહીં ઉમટી પડયા છે. અહીં પ્રવાસીઓને સરદાર વલ્લભભાઈ પટેલના જીવનને લગતી ફિલ્મ જોવા મળે છે તેમજ આઝાદીની. લડત વખતના સરદાર પટેલના ફોટોગ્રાફ પણ પ્રવાસીઓ જોવા મળે છે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઇતિહાસ વિશેની જાણકારી પ્રવાસીઓને જાણવા મળે છે.હાલમાં રોજના 5 થી 8 હજાર પ્રવાસીઓ આવી રહ્યા છે.