શાસ્ત્રોક્ત વિધિથી સમૂહમાં કરાયું ચોપડાપૂજન
Live TV
-
અમદાવાદના મણીનગરમાં આવેલ કુમકુમ સ્વામીનારાયણ મંદિરમાં આજે ચોપડાપૂજન કરવામાં આવ્યું હતું
હિન્દુ ધર્મમાં દિવાળીના દિવસે ચોપડા પૂજનનું મહત્વ છે. વેપારીઓ દિવાળીના દિવસે નવા વર્ષના ચોપડાનું પૂજન કરતા હોય છે. જેથી આખુ વર્ષ ધંધામાં સારો નફો રહે. દિપાવલીનું પર્વ અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જનાર છે. અમદાવાદમાં મણીનગરમાં આવેલ કુમકુમ સ્વામીનારાયણ મંદિરમાં આજે ચોપડાપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વેપારીઓએ શાસ્ત્રોક્ત વિધિથી સમૂહમાં ચોપડાપૂજન કર્યું હતું. આ પ્રસંગે કુમકુમ સ્વામીનારાયણ મંદિરનાં સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે વેપારીઓ માટે દર વર્ષે દિવાળીના દિવસે મંદિરમાં ચોપડા પૂજન રાખવામાં આવે છે. જેમાં વેપારીઓ ચોપડાપૂજન કરીને આખું વર્ષ ધંધો સારો ચાલે તેવી પ્રાર્થના કરે છે.