દિવ્યાંગ ભાઈ-બહેનોને કરાઈ સાધન સામગ્રીની સહાય
Live TV
-
આજે અમદાવાદમાં સાધન સામગ્રીની સહાયથી દિવ્યાંગ ભાઈ-બહેનોએ પણ સંતોષ વ્યક્ત કર્યો
દિવ્યાંગ ભાઈ-બહેનો સમાજમાં સ્વાભિમાનથી પોતાનું જીવન નિર્વાહ ચલાવી શકે તે માટે સામાજીક સંસ્થાઓ પહેલ કરે છે. આજે અમદાવાદમાં અંધજન મંડળ ખાતે "વોઈસ ઓફ સેપ " દ્વારા અઢીસો જેટલા દિવ્યાંગ ભાઈ-બહેનોને સિવવાના સંચા સ્માર્ટફોન કાને સાંભળવાના મશીન અને વ્હીલચેરની સહાય કરવામાં આવી હતી. આ પ્રસંગે અમદાવાદના મેયર બીજલબેન પટેલે જણાવ્યું હતું કે સરકાર પણ દિવ્યાંગ ભાઈ-બહેનોને પોતાની રીતનું કામ મળી રહે તે માટે તત્પર રહે છે. આ પ્રકારની સાધન સામગ્રીની સહાયથી દિવ્યાંગ ભાઈ-બહેનોએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો.