ટ્રાફિક નિયમો અંગે યોજાઈ પત્રકાર પરિષદ
Live TV
-
નગરજનોને ટ્રાફિક નિયમો અંગે વધુ સજાગ બનાવવાના હેતુથી શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પત્રકાર પરિષદ યોજી
રાજકોટના નગરજનોને ટ્રાફિક નિયમો અંગે વધુ સજાગ બનાવવાના હેતુથી શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પત્રકાર પરિષદ યોજી હતી. રાજકોટ પોલીસના પ્રયત્નોથી છેલ્લા એક વર્ષમાં શહેરમાં બનતા અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ પ્રસંગે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે શહેરમાં અકસ્માતો ઘટાડવા ખાસ ટ્રાફીક ટીમો બનાવી જાગૃતિ ફેલાવવામાં આવશે.
અમદાવાદ ટ્રાફિક પોલીસને તાલીમ સાથે નવા ક્લેવરમાં ફરજ બજાવવા માટે તૈયાર કરવામાં આવી રહી છે. માત્ર વ્યવહારૂતા જ નહીં પરંતુ ટ્રાફિક મેનેજમેન્ટ પણ કરી શકવાની ક્ષમતા કેળવાય તેવા પ્રયત્નો ચાલી રહ્યાં છે.