દિવ્યાંગ માટે એડીઆઈપી સ્કીમ હેઠળ સાધનો વિતરણ કરાયા
Live TV
-
દિવ્યાંગોને સ્વાવલંબી અને સશક્ત બનાવવા પગલું ભરાયું.
સમાજ કલ્યાણ વિભાગ દમણ-દિવ દ્વારા આયોજીત દિવ્યાંગ માટે એડીઆઈપી સ્કીમ હેઠળ વાત્સલ્ય સ્કુલ દિવ ખાતે કુત્રિમ હાથ-પગ અને ટ્રાયસીકલ વિહલ્ચેર વિતરણનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. સ્ટેટ ચાઈલ્ટ પ્રોટેક્શન સોસાયટી દમણ દીવના પ્રોગ્રામ ઓફિસર ગૌરવ કુમારે એડીઆઈપી સ્કીમની જાણકારી આપી હતી. વધુમાં જણાવ્યુ કે આ સ્કીમનો મુખ્ય ઉદેશ્ય ફ્કત દિવ્યાંગોને સાધન સહાયતા આપવાનું નથી. પરંતુ દિવ્યાંગોને સ્વાવલંબી અને સશક્ત બનાવવાનું પણ છે. આ ઉદેશ્ય આજ રોજ સાકાર થવા બદલ દીવ પ્રશાસક અને સોશ્યલ વેલ્ફેર વિભાગ દમણ અને દિવનો આભાર માન્ય હતો.