ગીરસોમનાથના સોનારિયા ગામે એકસાથે ત્રણ પ્રાણીઓ પર આફત, દિલધડક રેસ્ક્યૂ
Live TV
-
દિલધડક રેસ્ક્યૂ કરી વનવિભાગના અધિકારીઓએ ,દીપડા અને ઘોરખોદિયાને બચાવી લીધા.
ગીરસોમનાથના સોનારિયા ગામે એકસાથે ત્રણ પ્રાણીઓ પર આફત આવી પડી હતી. શિકારી અને શિકાર બંને ખેતરના 110 ફૂટ ઉંડા કૂવામાં ખાબક્યા હતો. દીપડો, ઘોરખોદિયા એટલે કે વિઝફાડ પાછળ દોડતા બંને કૂવામાં ખાબક્યા હતા. તો આ કૂવામાં એક નાગ પહેલેથી જ હાજર હતો. ખેડૂતે આ જોઈ વનવિભાગને જાણ કરતા વનવિભાગના અધિકારીઓએ દોડી આવી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ખૂબ ઉંડા અને પાણીભરેલા કૂવામાં ,એક તરફ ખૂંખાર દીપડો ,અને બીજી તરફ શિકારી નાગ અને તેમની વચ્ચે ઘોરખોદિયું. દિલધડક રેસ્ક્યૂ કરી વનવિભાગના અધિકારીઓએ ,દીપડા અને ઘોરખોદિયાને બચાવી લીધા હતા. જોકે કૂવામાં જ રહેતા નાગને બહાર કાઢવાનું વનવિભાગે ટાળ્યું હતું. કૂવામાંથી બહાર કઢાયા બાદ દીપડાને સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો હતો. તો ઘોરખોદિયાને ખેતરમાં છોડી દેવાયું હતું.