આધુનિક પધ્ધતિથી સફળ ખેતી કરતો ખેડૂત
Live TV
-
સંખેડા તાલુકાના રતનપુરા ગામના નિલેષ બારિયા ખેતી કરવાની આ છે પધ્ધતિ.
ખેડૂત પાસે સારી જમીન હોઈ છતાં ખેતીમાં ખોટ જાય છે. તેવું કેટલાય ખેડૂતો રટણ કરતા હોઈ છે. પણ સંખેડા તાલુકાનો એક એવો ખેડૂત છે. જેનું કહેવું છે જે કે ખેડૂત ખેતીમાં પોતાની સુજબૂજ વાપરે તો તેને નિરાશાનો સામનો કરવાનો વારો આવે જ નહિ.
સંખેડા તાલુકાના રતનપુરા ગામે નિલેષ બારિયા ખેતી કરી રહ્યો છે. પપૈયા ની ખેતી ઘણા લોકો કરે છે પણ નિલેષ ભાઈની પપૈયાની ખેતી કરવાની રીત કંઈક અલગ છે. નિલેષભાઈનું બે એકરનું ખેતર છે. તેમના ખેતરમાં જો કોઇ પહેલી વાર નજર કરે તો તેમને કંઈજ અલગ જ નજારો જોવાય છે. નિલેષભાઈના ખેતરમાં ચારો તરફ કાપડની થેલીઓ જ દેખાશે. કોઈ ને પણ મનમાં સવાલ ઊઠે કે આ થેલીઑની નીચે છે શું ?
ખેડૂતનું કહેવું છે કે તેમને આ અખતરો પહેલી વાર કર્યો છે. નિલેષભાઈ ભણેલો ગણેલો ખેડૂત છે. તે નેટનો ઉપયોગ કરી ખેતી જગતમાં શું નવું થઈ રહ્યું છે. તે જાણવાની સતત કોશિશ કરી રહ્યો છે. જેને લઈ નિલેષે નેટ પરથી જાણકારી મેળવી આ અખતરો કર્યો છે અને તેને ચોક્કસ વિશ્વાસ છે, કે તેને કરેલા અખતરાને લઈ તે સફળ થશે અને તેમને પપૈયા ખેતીમાં ધરખમ ફાયદો થવાનો છે.