'ઈજાગ્રસ્ત ચંપલના ડૉક્ટર'ને મળશે નવી 'હૉસ્પિટલ', જાણો શું સમગ્ર મામલો
Live TV
-
હરિયાણાના જિંદમાં એક એવું દવાખાનું છે કે, જ્યાં બિમાર ચપ્પલોની સારવાર થાય છે, જોકે વર્કસ્પેસ ન હોવાને કારણે હવે આ ડૉક્ટરને મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ખાસ વર્કસ્પેસ ડિઝાઈન કરી છે
મહિન્દ્રા ગૃપના ચેરમેન આનંદ મહિન્દ્રાનું એક ટ્વીટ કેટલાક સમય પહેલા ચર્ચામાં આવ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે, 'ચપ્પલની દવા' કરનાર વ્યક્તિને IIMમાં અભ્યાસ માટે તક આપવી જોઇએ. જો કે હવે તેમણે કહ્યું છે કે, ઇજાગ્રસ્ત ચપ્પલના ડૉક્ટરને હવે નવુ ડિઝાઈન કરેલ વર્કસ્પેસ આપવામાં આવશે. તેમની એક ટીમ દ્વારા વર્કસ્પેસ માટે ડિઝાઈન પણ તૈયાર કરી દીધી છે, અને લોકોનો અભિપ્રાય પણ માંગ્યો છે.
શું હતો મામલો ?
હરિયાણાના જિંદ જિલ્લામાં પટિયા ચોક પર એક મોચી કામ કરતા નરસીરામ પોતાની નાની દુકાન ચલાવે છે. તેમની દુકાન કંઇક અનોખા પ્રકારની છે, જે હંમેશા લોકો માટે ચર્ચાનો વિષય બને છે. નરસીરામએ પોતાની દુકાનને એક એવું નામ આપ્યું છે જેનાથી લોકો વધુ આકર્ષાય. તેમણે પોતાની દુકાનનું નામ 'जख्मी जूतों का 'हस्पताल' (ઇજાગ્રસ્ત ચપ્પલનું દવાખાનું) આપ્યું છે. દુકાનના કંઇક આવા નામથી આનંદ મહિન્દ્રાનું ધ્યાન તેમની દુકાનના પોસ્ટર પર ગયું હતું, જ્યાં એમ પણ લખ્યું હતું કે, 'ચપ્પલનું દવાખાનું, જર્મન ટૅકનોલૉજીથી સારવાર'
મોચી નરસીમાએ તેમના કામનો સમય હૉસ્પિટલની રીતથી લખ્યો હતો છે - OPD સમય સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી રહેશે. લંચનો સમય - બપોરે 1 થી 2 વાગ્યા સુધી. લંચ બાદ હૉસ્પિટલ બપોરે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્ય સુધી ખુલ્લી રહેશે. આ સાથે જ તેમણે ખાસ ટેગ લાઈન પણ આપી હતી, જેમાં એમ દર્શાવ્યું હતું કે, અમારે ત્યાં તમામ પ્રકારના ચપ્પલોની દવા જર્મન ટૅકલોનોજીથી કરવામાં આવે છે.
ઑટો કંપની મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રાએ એક ટીમને ત્યાં મોકલી હતી, અને દુકાનદાર નરસીરામને કહ્યું કે, અમારી કોઇ મદદ જોઇએ છે ? ત્યારે દુકાનદારે કહ્યું કે, મને નાણાની ઑફર કર્યા વગર નાની જગ્યા આપી દો, જેથી હું બિમાર ચપ્પલનો ઇલાજ વધુ સારી રીતે કરી શકું. ત્યારબાદ આનંદ મહિન્દ્રાએ તેમની ડીઝાઈન ટીમ મુંબઇને વર્કસ્પેસની ડિઝાઈન તૈયાર કરવા કહ્યું હતું.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક https://twitter.com/ankitchauhan111