વૉટર કલરથી ગુજરાતના ગામડાં-શહેરોને ચિત્રોમાં ધબકતા રાખે છે આ કલાકાર!
Live TV
-
સંતરામપુર તાલુકાના છાંયણના બીપીન પટેલે ચિત્રકલા દ્વારા માત્ર મહિસાગર જિલ્લામાં જ નહીં બલ્કે સમગ્ર વિશ્વમાં પોતાનું નામ રોશન કર્યું છે.
સંતરામપુર તાલુકાના છાંયણના બીપીન પટેલે ચિત્રકલા દ્વારા માત્ર મહિસાગર જિલ્લામાં જ નહીં બલ્કે સમગ્ર વિશ્વમાં પોતાનું નામ રોશન કર્યું છે. તેઓ પોતાના ચિત્રો દ્વારા ગામડાંઓનું અને શહેરી વિસ્તારોના કુદરતી સૌદર્યને પોતાની કલા દ્વારા જીવંત કરવાનો અનોખો પ્રયાસ કરી રહ્યા છે. બિપિનભાઇ પટેલે તેમનો અભ્યાસ નારગોલથી ડિપ્લોમા ફાઇન અને બરોડા યુનિર્વસિટીમાંથી ફાઇન આર્ટ માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કર્યો છે. આ યુવાન આર્ટિસ્ટે વોટર કલરથી ગ્રામ્ય જીવન અને શહેરીજીવને ખૂબ જ સુંદર રીતે પોતાના ચિત્રોમાં ધબકતું રાખ્યું છે. દરરોજ એક ચિત્ર તૈયાર કરવાની તેમની નેમથી તેમણે અત્યાર સુધીમાં અંદાજીત ૭૧૫ ઉપરાંતના ચિત્રો કલાથી કંડાર્યા છે. તેમની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મસ્થાન વડનગર પર બનાવેલ વોટરકલર પેઇન્ટિંગ દિલ્હી ખાતે PMO ઓફિસ ખાતે શોભા વધારી રહી છે. યુનેસ્કો દ્વારા આયોજિત હેરિટેજ રાણકી વાવ પાટણ ખાતે લાઇવ પેઈન્ટિંગ સ્પર્ધામાં BEST UPCOMING ARTISTનો એવોર્ડ પણ પ્રાપ્ત કરેલ છે. એ ઉપરાંત ગુજરાત કલા પ્રતિષ્ઠાન સુરત દ્વારા બેસ્ટ લેન્ડસ્કેપ અને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આયોજીત સોમનાથ કલાયજ્ઞ ૨૦૧૭માં ભારતભરથી આવેલ ચિત્રકારો વચ્ચે વિશેષ સન્માન પણ મળેલ છે.