મુળુભા માણેક અને જોધાઙા માણેકની 150મી પુણ્યતિથી
Live TV
-
દ્વારકામાં અંગ્રેજોને કદી પણ રાજ ન કરવા દેનાર , ક્રાંતિવીર મુળુભા માણેક અને જોધાભા માણેકની 150મી પૂણ્યતિથી નિમિત્તે રણછોડ સેના દ્વારા તાલુકાના તમામ ગામડાઓમાં બાઇક રેલી યોજી શ્રધ્ધાજંલિ આપી હતી.
દ્વારકા પોલીસ સ્ટેશન સામે ક્રાંતિવીર મૂળૂભા માણેકની પ્રતિમા મુકવામાં આવી હતી. તેમજ આ પ્રતિમાનું અનાવરણ દ્વારકાના ધારાસભ્ય , પબુભા માણેકના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રેલી દ્વારકાના શારદા મઠ ખાતેની ક્રાંતિવીર જોધાભા માણેકની પ્રતિમા સમક્ષ પહોંચી અને ત્યાં સભાના રૂપમાં ફેરવાઇ હતી. બાઇક રેલીમાં લગભગ 7 હજાર જેટલા યુવાનો જોડાયા હતા. અને ક્રાંતિવીરોને યાદ કરી શ્રધ્ધાંજલિ આપી હતી.