દ્વારકામાં 148 વર્ષ જૂના પુસ્તકાલયની દયનીય હાલત
Live TV
-
પૌરાણિક જ્ઞાન ના પુસ્તકો નો ભંડાર જાણે ધૂળ ખાઈ રહ્યો છે
દ્વારકા ની શાન ગણાતી સાંસ્કૃતિક ધરોહર અને ૩૫૦૦૦ થી વધુ પુસ્તકો ધરાવતા 148 વર્ષ જૂના પુસ્તકાલય ની હાલત નાજુક બની છે. જો કે પાલિકા હાલ આ સ્થળ ને બચાવવા અને બનાવવા આગળ આવશે તેવું જણાવાયું છે. અહી પુસ્તકાલયમાં તમામ પુસ્તકો મૌજુદ છે તો ક્યાંક યોગ્ય સાચવણી ના અભાવે આ પૌરાણિક જ્ઞાન ના પુસ્તકો નો ભંડાર જાણે ધૂળ ખાઈ રહ્યો છે. આ પુસ્તકાલય ત્રણ ભાગમાં વહેચાયેલું છે. એમાં નાના બાળકો મહિલાઓ અને પુરુષો ના ત્રણેય ભાગ જુદા જુદા છે.એક સમય હતો જ્યારે ગુજરાત બહાર થી યાત્રા કરવા આવત સાધુ સંતો પણ અહી હળવાશ ના પળોમાં પુસ્તકોનુ વાંચન કરવા આવતા હતા. અહીં અનેક નવલકથા થી માંડી ને ધાર્મિક ગ્રંથ ના લગતા તેમજ હિન્દી ઉર્દૂ ભાષા ના તમામ પુસ્તકો હાજર છે હાલ અનેક પુસ્તક પ્રેમીઓ પોતાના જીવ ના જોખમે અહી વાંચન કરવા હજી પણ આવે છે. એક સમયે અહીં પુસ્તકો વાચવા માટે લાઈનો લાગતી હતી.લોકોની રજૂઆત છે કે આ પુસ્તકાલય નો વહેલા માં વહેલી તકે જીર્ણોધાર થાય.