ભરઠંડીમાં આંબા પર આવ્યો લુમે ઝૂમે મોર
Live TV
-
પ્રગતિશીલ ખેડૂત જાગૃતભાઈ સવાણીના ફાર્મમાં 1000 જેટલા આંબાનાં વૃક્ષો
અમરેલી જિલ્લામાં આંબા પર આવ્યો લુમે ઝૂમે મોર. જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધુ રહેતાં આંબાનાં વૃક્ષોમાં વધુ પ્રમાણમાં મોર જોવા મળી રહ્યા છે. આ વખતે કેરીનો મબલખ પાક આવશે તેમ લાગે છે. એક પ્રગતિશીલ ખેડૂત જાગૃતભાઈ સવાણીનું કહેવું છે કે તેમણે અત્યાર સુધી આટલો અને આવો લુમે ઝૂમે મોર આંબે જોયો જ નથી. આ જાગૃત ખેડૂત ઓર્ગેનિક પદ્ધતિથી સુંદર બાગાયતી ખેતી કરી રહ્યા છે. તેમના ફાર્મમાં 1000 જેટલા આંબાનાં વૃક્ષો છે. તેઓ કુદરતી અને ગાય આધારિત તેમજ ટપક પદ્ધતિનો પણ ઉપયોગ કરી, ઓછા ખર્ચમાં સુંદર પાક અને સારું વળતર મેળવી રહ્યા છે