સુરત-મતદાર સુધારણા યાદી અંતર્ગત અદ્યતમ મતદાર યાદી અંગે માહિતી કાર્યક્રમ
Live TV
-
આગામી સમયમાં મતદાર યાદીમાં નામ નોંધાવવાની ખાસ ઝુંબેશ હાથ ધરાશે
મતદારયાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૧૯ અંતર્ગત જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ.ધવલ પટેલે, પત્રકાર પરિષદ યોજી, આગામી લોકસભા ચૂંટણી પહેલા અદ્યતન મતદાર યાદી અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં ૧૬ વિધાનસભા વિસ્તારમાં ૩ લોકસભાની બેઠક છે. ભારતીય ચૂંટણી પંચના નિર્દેશ પ્રમાણે તા.૦૧-૦૧-૨૦૧૯ની લાયકાતના સંદર્ભમાં આગામી સમયમાં મતદાર યાદીમાં નામ નોંધાવવાની ખાસ ઝુંબેશ હાથ ધરાશે. જેમાં ૧-૧-૨૦૧૯ સુધીમાં ૧૮ વર્ષ પૂરાં કરનાર યુવા વર્ગ માટે મતદાર યાદીમાં નામ નોંધાવી મતાધિકાર મેળવી શકશે. આ હૅલ્પલાઇન, મતદાર સંબંધિત માર્ગદર્શન આપવા માટે ૨૪ કલાક કાર્યરત રહેશે, એમ તેમણે જણાવ્યું હતું