અમદાવાદ-નોર્થ બોપલમાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો, ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલે કર્યુ ધ્વજવંદન
Live TV
-
બોપલ-ઘુમા નગરપાલિકાના પ્રમુખ જીગીષાબેન શાહની વિશેષ ઉપસ્થિતિ
અમદાવાદના નોર્થ બોપલ વિસ્તારમાં ગાર્ડન પેરેડાઈઝ સોસાયટી પરિસરમાં 70માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી...આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલે સમારોહમાં હાજરી આપી ધ્વજવંદન કર્યુ હતુ..જ્યારે સમારોહના વિશેષ અતિથિ તરીકે બોપલ-ઘુમા નગરપાલિકાના પ્રમુખ જીગીષાબેન પટેલ સહિત સ્થાનિક કોર્પોરેટર તેમજ સોસાયટીના રહિશોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો..નગરપાલિકાના પ્રમુખ જીગીષાબેન શાહનું સ્વાગત ગીતાબેન અને રેખાબેને પુષ્પગુચ્છ આપીને કર્યુ હતુ..જ્યારે નગરપાલિકાના ઉપપ્રમુખ દિનેશ ડાભીને સોસાયટીના સભ્ય જગદીશ મોદીએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યુ હતુ..જ્યારે ભાજપ બોપલ-ઘુમા મંડલના પ્રમુખ અને નગરપાલિકાના લાઈટ સમિતિના ચેરમેન દર્શનભાઈ પટેલનું સ્વાગત રમેશભાઈ (સન ઓપ્ટીમા સોસાયટી સભ્ય) દ્વારા કરવામાં આવ્યુ હતુ..સમારોહમાં નગરપાલિકાના દંડક નિતાબેન પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન હર્ષદભાઈ પટેલ, નગરપાલિકા સફાઈ સમિતિના ચેરમેન રેખાબેન માળી, નગરપાલિકાના દબાણ સમિતિના ચેરમેન અને ગાર્ડન પેરેડાઈઝ સોસાયટીના સભ્ય એવા રાજુભાઈ પટેલ, પાલિકાના પાણીપુરવઠા સમિતિના ચેરમેન પરેશભાઈ રામાવત અને અમદાવાદ જીલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ જીજ્ઞેશભાઈ પટેલ સહિત પાલિકાના હોદ્દેદારો અને પદાધિકારીઓએ હાજરી આપી સમારોહની શોભા વધારી હતી..ધ્વજવંદન કર્યા બાદ સાંસ્કૃતિ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યુ હતુ.જેમાં સોસાયટીના યુવક-યુવતીઓએ વિવિધ પ્રકારના ડાન્સ, દેશભક્તિ ગીત ગાઈને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા..
દેશ માટે કંઈક કરવાનું વિચારે દરેક યુવાવર્ગ - ભૂપેન્દ્રભાઈ પટેલ
સમારોહમાં સંબોધન દરમિયાન ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલે નોર્થ બોપલ વિસ્તારના વિકાસના કાર્યોમાં ઝડપી લાવવાની ખાતરી આપી હતી..તેમજ ગટર અને રસ્તાના કામોને ઝડપથી પૂરા કરવા જણાવ્યુ હતુ..તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે યુવાઓને દેશ માટે કઈ રીતે કામ આવી શકીએ તે માટે સૌએ કોઈને કોઈ કામ દેશ માટે પણ કરવુ જોઈએ એવા સંકલ્પ આજના દિવસે લેવા જોઈએ... સ્વચ્છતા અભિયાન , પાણી બચાવો જેવા અભિયાનમાં સહભાગી બનીને પણ આપણે દેશની સેવા કરી શકીએ છીએ..આ માટે સૌ નાગરિકોએ આગળ આવવું જોઈએ..ધારાસભ્યના સંબોધનને રહિશોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધુ હતુ..ગાર્ડન પેરેડાઈઝ સોસાયટીના કાર્યદક્ષ સભ્ય વિષ્ણુભાઈ પટેલ અને તેમની ટીમે તેમજ સન ઓપ્ટીમા સોસાયટીના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી..