મોડાસામાં માઝૂમ નદીના તટ ઉપર માઝૂમ રિવર પાર્કનું કરાશે નિર્માણ
Live TV
-
અમદાવાદના રિવરફ્રન્ટની જેમ અરવલ્લી જિલ્લાના મોડાસામાં માઝૂમ નદીના તટ ઉપર માઝૂમ રિવર પાર્કનું નિર્માણ કરવા રાજ્ય સરકારે મંજૂરી આપતાં શહેરીજનોમાં આનંદ છવાયો છે.
પ્રથમ ફેઝમાં તૈયાર થનાર આ યોજનામાં પ્રોટેક્શન વોલ ઘાટએરિયા જોગીંગ ટ્રેક વરસાદી નિકાલ માટે ગટર વ્યવસ્થા શૌચાલય તથા પેન્ટ્રીનો સમાવેશ થાય છે. બીજા ફ્રેઝમાં પાર્કિંગ એરિયા સ્ટોલ ટેરેસ ગાર્ડન સીટીંગ વ્યવસ્થા લાઈટીંગ અને ગાર્ડન ટ્રેક તૈયાર થશે. સાબરકાંઠામાંથી વિભાજીત થઈને બનેલા અરવલ્લી જિલ્લામાં વિકાસલક્ષી કાર્યોની મંજૂરીથી શહેરીજનો ગૌરાન્વિત અનુભવી રહ્યા છે.