દ્વારકા ખાતે અંગદાન જાગૃતિ શિબિરનું આયોજન, 45 લોકોએ લીધો સંકલ્પ
Live TV
-
રોટરી કલબ દેવભૂમિ દ્વારકા અને દિવ્ય દ્વારકા સ્વૈચ્છિક સંસ્થાના સંયુક્ત ઉપક્રમે દ્વારકામાં અંગદાન જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
રોટરી કલબ દેવભૂમિ દ્વારકા અને દિવ્ય દ્વારકા સ્વૈચ્છિક સંસ્થાના સંયુક્ત ઉપક્રમે દ્વારકામાં અંગદાન જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 45 લોકોએ અંગદાન અને દેહદાનનો સંકલ્પ કરી ફોર્મ ભર્યા હતા.
શિબિરમાં રાજકોટ સ્થિત, ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સહયોગથી અંગદાન અને દેહદાન અંગે જાગૃતિ અર્થે ઓડિયો - વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યા હતા. રોટરી ક્લબ દેવભૂમિ દ્વારકાના ડોક્ટર દિનેશ વાઘેલાની આગેવાની હેઠળ સમગ્ર ટીમે આયોજન કર્યું હતું. રોટરી ક્લબ, દેવભૂમિ દ્વારકા અને દિવ્ય દ્વારકા ટીમ દ્વારા ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો કરતા રહેવાની તૈયારી દર્શાવવામાં આવી છે.