સૌરાષ્ટ્રના પ્રથમ સાહિત્યોત્સવ સૌરાષ્ટ્ર લિટરેચર ફેસ્ટિવલનું આયોજન
Live TV
-
પુસ્તક અને સાહિત્ય નું જ્ઞાન મેળવી આજની યુવા પેઢી આગળ વધે તે સારી વાત છે: મોરારિબાપુ
'દિવ્ય ભાસ્કર’ દ્વારા સૌરાષ્ટ્રના પ્રથમ સાહિત્યોત્સવ સૌરાષ્ટ્ર લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.. શહેરના રૈયા રોડ પર આવેલ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલ ખાતે સોમવારે સાંજે 5 કલાકે પૂજય મોરારિબાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.. આ કાર્યક્રમ સોમ મંગળ અને બુધવાર એમ 3 દિવસ ચાલનાર છે.. સોમવારે ઉદઘાટન સમારોહમાં સૌરાષ્ટ્રના ખ્યાતનામ કવિઓ, સાહિત્યકારો ઉપરાંત શહેરના અગ્રણીઓ , સરકારી અધિકારીઓ , પદાધિકારીઓ હાજર રહ્યા હતા. સાહિત્યોત્સવના ઉદઘાટન બાદ મેગા પુસ્તક મેળો મોરારિબાપુના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. મોરારી બાપુએ જણાવ્યું હતું કે પુસ્તક અને સાહિત્ય નું જ્ઞાન મેળવી આજની યુવા પેઢી આગળ વધે તે સારી વાત છે..