સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા માટે ખુશ ખબર, પાસપોર્ટ માટે નહીં જવું પડે અમદાવાદ
Live TV
-
સાંસદ દિપસિંહ રાઠોડએ પાસપોર્ટ ઓફિસ શરૂ કરવા માટે કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી, જે માન્ય રાખતા બન્ને જિલ્લાની જનતાને તેનો લાભ મળશે. અરવલ્લી જિલ્લા કલેક્ટરે પણ સાંસદનો આભાર વ્યક્ત કર્યો
હવેથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના નાગરિઓએ પાસપોર્ટ માટે અમદાવાદ સુધી નહીં જવું પડે. સાબરકાંઠાના મુખ્ય મથક એવા હિંમતનગર ખાતે પાસપોર્ટ કચેરી ટૂંક સમયમાં શરૂ થશે. સાબરકાંઠાના સાંસદ દિપસિંહ રાઠોડએ ટ્વીટ કરી જાણકારી શેર કરી છે. તેમણે ટ્વીટ કરતા લખ્યું કે, કેન્દ્ર સરકારે મારી રજુઆતને ખૂબ જ ગંભીરતાથી લઈને હિંમતનગર ખાતે પાસપોર્ટ ઓફીસ ખોલવાની મંજૂરી આપી દીધેલ છે, જેનાથી અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના નાગરિકોને તેનો લાભ મળશે.
ઉલ્લેખનિય છે કે, અત્યારસુધી બન્ને જિલ્લાના નાગરિકોએ પાસપોર્ટ માટે અમદાવાદ સુધી જવુ પડતું હતું, જો કે નાગરિકોએ સાંસદ દિપસિંહ રાઠોડને રજૂઆત કરી હતી. સાંસદે નાગરિકોની રજૂઆતને કેન્દ્ર સરકારને પહોંચાડી અને કેન્દ્ર સરકારે સાંસદની વાતને માન્ય રાખતા હવે તેનો લાભ બન્ને જિલ્લાની જનતાને મળવા લાગશે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક
https://twitter.com/ankitchauhan111