ધારીના આંબરડી ખાતે આવેલ સફારી પાર્કમાં જોવા મળ્યો પ્રવાસીઓનો ભારે ધસારો
Live TV
-
અમરેલી જિલ્લાના ધારીના આંબરડી ખાતે આવેલ સફારી પાર્કમાં પણ પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. એશિયાટિક લાયનને જોવા માટે અહીં દૂર દૂરથી પ્રવાસીઓ આવી રહ્યાં છે
રાજ્યમાં દિવાળી નિમિત્તે પાંચ દિવસની રજાઓ એક સાથે આવતાં વિવિધ પ્રવાસન સ્થળોએ લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લાના ધારીના આંબરડી ખાતે આવેલ સફારી પાર્કમાં પણ પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. એશિયાટિક લાયનને જોવા માટે અહીં દૂર દૂરથી પ્રવાસીઓ આવી રહ્યાં છે. અહીં ધારીના ખોડીયાર ડેમ તેમજ ખોડીયાર માતાના મંદિરે પણ દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. છેલ્લા બે દિવસથી અહીં પ્રવાસીઓનાં ભારે ધસારાને કારણે આસપાસના ગામડાઓમાં પણ ધંધા રોજગારમાં વધારો થયો હતો.