ચોટીલામાં આવેલા ચામુંડા માતાજીના મંદિરે જોવા મળી ભક્તોની ભારે ભીડ
Live TV
-
ઘણા ભક્તો ચાલીને તો કોઈ દંડવત કરીને તો કોઈ આંખે પાટા બાંધીને ડુંગર ઉપર ચડતાં જોવા મળ્યા હતા
નવા વર્ષ નિમિત્તે ચોટીલામાં આવેલા ચામુંડા માતાજીના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. રોજના અંદાજીત હજાર દર્શનાર્થીઓએ મંદિરે દર્શન કર્યા હતા. ઘણા ભક્તો ચાલીને તો કોઈ દંડવત કરીને તો કોઈ આંખે પાટા બાંધીને ડુંગર ઉપર ચડતાં જોવા મળ્યા હતા. મંદિર દ્વારા ભક્તો માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભક્તોનો ભારે ઘસારો હોવાથી ચોટીલામાં માનવ મહેરામણ ઉમટી પડયું હોય તેવું વાતાવરણ સર્જાયુ હતું. આ પાંચ દિવસ માં અંદાજીત ચાર લાખથી વધુ લોકોએ ચામુંડા માતાના દર્શન કર્યા હતા.