નવસારીના વાંસદા ખાતે બનેલા જાનકી વન ખાતે સહેલાણીઓ ઉમટ્યા
Live TV
-
વેકેશનમાં હરીફરી શકાય એવું શહેરી વિસ્તારથી દૂર આવેલું જાનકી વન દક્ષિણ ગુજરાતના લોકો માટે નવલુ નજરાણુ બની રહ્યુ છે
નવસારી જિલ્લાના વાંસદા ખાતે કુદરતી સૌદર્યમાં બનેલા જાનકી વન ખાતે સહેલાણીઓનું ઘોડાપુર ઉમટ્યું છે. ગુજરાત સરકાર દ્વારા જંગલોના વિકાસ અને પર્યટન સ્થળો વિકસાવવાના આશય સાથે નવસારીના ભિનાર ગામે પાંચ કરોડનાં ખર્ચે જાનકી વન બનાવાયું છે જે લોકો માટે પ્રવાસન ધામ બની ગયું છે. વેકેશનમાં હરીફરી શકાય એવું શહેરી વિસ્તારથી દૂર આવેલું જાનકી વન દક્ષિણ ગુજરાતના લોકો માટે નવલુ નજરાણુ બની રહ્યુ છે. જાનકી વનમા હરવા ફરવા માટે કોઈ ચાર્જ વસુલવામા આવતો નથી. દિવાળી વેકેશન દરમિયાન આજ સુધી દસ હજારથી વધુ પ્રવાસીઓએ જાનકી વનની મુલાકાત લીધી છે.