નર્મદાઃ ખેડૂતે નેટહાઉસમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી પત્તરવેલીના ઉત્પાદનમાં વધારો કર્યો
Live TV
-
સતિષ ભાઈ ચૌધરીએ પોતાના દ્રઢ સંકલ્પ અને પુરષાર્થ થકી વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી પોતાના કુંટબને આર્થિક તેમજ સામાજિક રીતે ઉંચુ સ્થાન અપાવ્યું છે.
નર્મદા જિલ્લાના એક ખેડૂતે પોતાના પુરષાર્થ થકી ખેતીમાં રંગ લાવ્યો છે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કનખાડી ગામના સતિષ ભાઈ ચૌધરીએ પોતાના દ્રઢ સંકલ્પ અને પુરષાર્થ થકી વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી પોતાના કુંટબને આર્થિક તેમજ સામાજિક રીતે ઉંચુ સ્થાન અપાવ્યું છે.
નેટ હાઉસમાં પત્તરવેલીની ખેતી કરી આવક વધારી છે.જિલ્લાના આ ખેડૂતને જિલ્લાકક્ષાનો બેસ્ટ ફાર્મર એવોર્ડ પણ મળ્યો છે. ૧૮ એકર જમીનમાં તુવેર, કપાસ અને મકાઇની ખેતી કરતા હતાં તેમના પ્રવાસ દરમિયાન તેમને ડ્રીપ ઈરીગેશન સીસ્ટમ વિશે વિસ્તૃત માહિતી મળી. જેથી ખેતરમાં ૨ બોર અને ૧ કુવો તૈયાર કરાવી ટપક સિંચાઇ પધ્ધતિ અમલમાં મુકી છે.તેઓ તેમની વર્મીકંમ્પોસ્ટનું મહત્વ, બનાવવાની રીત, વાપરવાની રીત, પેકીંગ અને માર્કેટીંગ અંગેનું માર્ગદર્શન મેળવ્યું.
સતીષભાઇએ ખેતી પધ્ધત્તિ બદલી નવા પાકની ખેતી અપનાવી જેમાં પત્તરવેલીની ખેતી શરૂ કરી. જેમાંથી સારી આવક મેળવતા થયા અને નાના વિસ્તારમાં નેટ હાઉસ બનાવ્યું. નેટહાઉસ કરવું તેમાં પણ આ વિસ્તારમાં જે ખેતી થાય છે તેના કરતાં અલગ પાક લેવાનું નક્કી કર્યું. નેટ હાઉસમાં ઉછારેલા પત્તરવેલીના પાન સારી ક્વોલીટીના હોય છે તથા તેનું ઉત્પાદન પણ ઘણું સારૂ મળે છે.