પાટણમાં જીલ્લા કલેકટર આનંદ પટેલના હસ્તે ચાઈલ્ડ હેલ્પ લાઈન 1098 ટોલ ફ્રી સેવા ખુલ્લી મુકવામાં આવી
Live TV
-
ભારત સરકારના મહિલા અને બાલ વિકાસ મંત્રાલય તથા ચાઈલ્ડ લાઈન ઇન્ડિયા ફાઉન્ડેશન-મુંબઈ તેમજ બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ અને જીલ્લા બાળ સુરક્ષા એકમ પાટણના સહયોગથી શરૂ કરવામા આવી.
પાટણમાં આવેલા ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે જીલ્લા કલેકટર આનંદ પટેલના હસ્તે ચાઈલ્ડ હેલ્પ લાઈન 1098 ટોલ ફ્રી સેવા ખુલ્લી મુકવામાં આવી હતી. ભારત સરકારના મહિલા અને બાલ વિકાસ મંત્રાલય તથા ચાઈલ્ડ લાઈન ઇન્ડિયા ફાઉન્ડેશન,મુંબઈ તેમજ બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ અને જીલ્લા બાળ સુરક્ષા એકમ પાટણ ના સહયોગથી શરૂ થયેલા આ હેલ્પ લાઈન પાટણ જીલ્લામાં મદદરૂપ બનશે. આ અંગે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે ,આ હેલ્પ લાઈન દ્વારા બાળકનું પુનર્વસન કરવામાં તેમજબાળ મજૂરી ,બાળલગ્નો કે બાળકોનું શોષણ થતું અટકાવવા તેમજ ખોવાયેલા બાળકને શોધવાના માહિતી મેળવવાના સ્ત્રોત તરીકે પણ ઉપયોગી બની રહેશે