સુરતના કેવડી ગામે નારીશક્તિ સંમેલન અને ઉજ્જવલા યોજના કાર્યક્રમ યોજાયો
Live TV
-
ઉમરપાડા તાલુકાની 1700 નારી શક્તિઓને નિઃશુલ્ક ગેસકીટ અર્પણ કરાઈ.
સુરતના ઉમરપાડાના કેવડી ગામે નારીશક્તિ સંમેલન અને ઉજ્જવલા યોજના કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એલપીજી ગેસ વિતરણ, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે કરાયું હતું. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ઉમરપાડા તાલુકાની 1700 નારી શક્તિઓને નિઃશુલ્ક ગેસકીટ અર્પણ કરાઈ હતી.
રાજ્ય મહિલા આયોગના ચેરમેન લીલાબેન અંકોલીયાએ આ પ્રસંગે કહ્યું કે, મહિલા આયોગ, મહિલાના ઉત્થાન અને નારી સશક્તિકરણ માટે સતત પ્રયત્નશીલ છે. આયોગ દ્વારા કાયદાકીય સેમિનાર યોજી એક લાખથી વધુ મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. 181 નંબરની અભયમ હેલ્પલાઈન મહિલાઓના સંકટ સમયની સાથી સાબિત થઈ છે, જેના થકી 45 લાખ મહિલાને ત્વરીત મદદ મળી છે. આદિવાસી સમાજની દીકરીને ડોક્ટર બનવા માટે અભ્યાસ અર્થે સરકાર દ્વારા તમામ નાણાકીય સહાય નિઃશુલ્ક કરવામાં આવે છે.