પશુ-પક્ષીની સેવા માટે બે મહિલાઓનું જીવન સમર્પિત
Live TV
-
એવી બે મહિલાઓની વાત છે કે જેમણે પોતાના ગૃહ જીવનનો ત્યાગ કરી પોતાનું જીવન અબોલ પશુ-પક્ષીને સમર્પિત કરી દીધું છે, અને નિસ્વાર્થ ભાવે હજારો અબોલ જીવોની સેવા કરી રહી છે.
બનાસકાંઠા જિલ્લાના દિયોદર પાસે આવેલ ભેસાણા ગામ અને રામ રમા આશ્રમ આવેલ છે. આ આશ્રમમાં સ્વાન અને અબોલ પશુ પક્ષીને અબોલ જીવો પ્રત્યે ખૂબ લાગણી હતી. જેથી આ બને બહેનોએ 17 વર્ષ પહેલાં ગૃહ જીવનનો ત્યાગ કરી ગામમાં એક નાનકડો આશ્રમ બનાવ્યો અને જે આશ્રમમાં બંને બહેનો પ્રભુના ભજન સાથે સાથે અબોલ પશુ પક્ષી ની નિસ્વાર્થ ભાવે સેવા કરવા લાગી અને આજે આ આશ્રમ મોટું વટ વૃક્ષ બની ગયું છે. આશ્રમમાં પચીસો જેટલી ગાયો એકસો પચાસ જેટલા શ્વાન, કબૂતર, મોર, નીલગાય અને સસલા જેવા અબોલ જીવો વસવાટ કરે છે. અહીં ગાયોની સાથે સાથે શ્વાન અને પક્ષીની પણ અનેરી સેવા કરવામાં આવે છે. શ્વાનને બંને ટાઈમ ભાત સાથે દૂધ અને બિસ્કિટ આપવામાં આવે છે. તો પક્ષીઓ માટે સુંદર પક્ષી ઘર પણ બનાવામાં આવ્યું છે. તો સાથે સાથે પક્ષી માટે ચણની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. તો ગાયો માટે દરોજ લીલું અને સૂકું ઘાસ આપવામાં આવે છે. ગયોને રહેવા માટે સુંદર પતરાના સેડ બનાવામાં આવ્યા છે.