નર્મદા દિવ્યાંગ મતદારોને મળશે ખાસ સુવિધા
Live TV
-
2193 દિવ્યાંગ મતદારો કરવાના છે મતદાન
નર્મદા જિલ્લામાં ,કુલ 2193 દિવ્યાંગ મતદારો નોધાયેલા છે જેમાં કેટલાક મૂક બધિર તો કેટલાક પ્રજ્ઞા ચક્ષુ છે. તેમની સાંકેતિક ભાષામાં ,આ તમામ મતદારો ,મતદાન કરવા માટે ,ઉત્સુક હોવાના સંદેશ આપી રહ્યા છે ,અને તેથી જ ,તંત્ર દ્વારા પણ ,આ દિવ્યાંગ મતદારો ની ,ખાસ કાળજી લેવાઈ રહી છે. જિલ્લામાં રાજપીપલામાં ,વડીયા કોલોની ખાતે /અને દેડીયાપાડામાં નિવાલ્દા ખાતે ખાસ દિવ્યાંગ મતદાન મથકો ઉભા કરાશે, જેની ખાસિયત એ હશે ,કે ચૂંટણી ફરજ પરનાં તમામ અધિકારીઓ કર્મચારીઓ તરીકે ,દિવ્યાંગજનોની નિયુકિત સાથે ,તેમના મારફત ,મતદાન મથકનું સંચાલન કરાશે ,અને આરીતે દિવ્યાંગો ને અનોખું સંન્માન પણ અપાશે. નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી ,અને જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલે જણાવ્યું હતું ,કે, જિલ્લામાં ,૨૧૯૩ દિવ્યાંગ મતદારો છે ,અને આ મતદારોને વ્હલીચેર-સહાયકની મદદ વગેરે જેવી ખાસ સુવિધાઓ મળી રહે ,અને મતદાન માટે ,તેમને કોઇ મુશ્કેલી ન પડે ,તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ,જરૂરી સર્વે કરીને સુવિધાઓ પુરી પાડવાનું આયોજન કરાયું છે. બ્રેઇલ લિપીનું તૈયાર કરેલું સાહિત્ય પણ ,આવા મતદારોને ,પુરું પડાશે