વડોદરામાં ભૂકંપની મોકડ્રીલ , NDRF સહિત બચાવ ટીમનું દિલધડક ઓપરેશન
Live TV
-
એન.ડી.આર.એફ દ્વારા વડોદરાના માંજલપુર વિસ્તારમાં યોજાઈ મોકડ્રીલ
કુદરતી કે માનવ સર્જિત હોનારતમાં મદદ તેમજ બચાવ કામગીરી માટે હંમેશા અગ્રેસર રહેતું ભારતનું એક માત્ર સંગઠન એન.ડી.આર.એફ દ્વારા વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ ઈવા મોલમાં ભૂકંપ હોનારત થકી સર્જાયેલ પરિસ્થિતિનું મોક ડ્રિલ યોજવામાં આવ્યું હતુ. જેમાં નાગરિક સુરક્ષા દળ, 108 સેવા, ફાયર બ્રિગેડ અને એનસીસીના કેડેટ્સ જોડાયા હતા. શહેરના માંજલપુર વિસ્તારમાં ભૂંકપના પગલે ઇવા શોપિંગ મોલને ભારે નુકશાન થયું છે. તે પ્રકારની મોક ડ્રિલ યોજાઇ હતી. ભૂંકપની જાણ એન.ડી.આર.એફ.ને થતાં તુરત જ ટુકડીઓ સ્થળ પર પહોંચી ગઇ હતી. અને બચાવ કામગીરી આરંભી હતી અને વિવિધ સ્થળોએ ફસાયેલા 14 લોકોને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ કોઈ કુદરતી આફત ન હતી પરંતુ લોકોની જાગૃતિ માટે એન.ડી.આર.એફ. દ્વારા યોજાયેલ મોકડ્રીલના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. એન.ડી.આર.એફ. દ્વારા આયોજીત મોકડ્રીલના દીલધડક ઓપરેશનને જોવા માટે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શોપિંગ મોલમાં સાઇરન વગાડતી ફાયર બ્રિગેડની સ્નોરકેલ આવી પહોંચતા માંજલપુર વિસ્તારમાં એક તબક્કે ગભરાટ ફેલાઇ ગયો હતો. મોકડ્રીલના આ કાર્યક્રમમાં એન.ડી.આર.એફ.ના પી.આર.ઓ. રણવિર મિશ્રા સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા