પશુ સર્જરી માટે હવે એનેસ્થેસિયા મશીન ધરાવતુ પેટલાદનું એકમાત્ર પશુ દવાખાનુ
Live TV
-
11 લાખના ખર્ચે પશુઓ માટે ઉભી કરાઈ સુવિધા
આણંદ જિલ્લા ના પેટલાદ ખાતે આવેલ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું પશુ દવાખાના માં પશુઓની સર્જરી માટે "એનેસ્થેસિયા" મશીન મૂકવામાં આવતાં સમગ્ર ગુજરાત રાજય માં આવી સુવિધા ધરાવતું એક માત્ર દવાખાનું બન્યું છે. કલેકટર ની ગ્રાંટ માંથી 11 લાખ ના ખર્ચે આ સુવિધા ઉભી કરવા માં આવી છે. આણંદ જિલ્લા પંચાયત ના સર્વે કર્મયોગી કર્મચારીઓના સહિયારા પ્રયાસો થી ઘણાં સારાં પરિણામો મળ્યા છે. આણંદ જિલ્લા માં 40 ટકા પરિવારો પશુ પાલન વ્યવસાય સાથે જોડાયેલા છે. જેનાથી તેઓ નું ગુજરાન ચાલે છે ત્યારે તેમના પશુઓ ને સારી અને શ્રેષ્ઠ સારવાર મળે રહે જેથી તેઓના પશુઓ સ્વસ્થ રહે તે માટે જિલ્લા નું પશુપાલન વિભાગ સતત કાર્યરત રહે છે. જિલ્લા પશુપાલન અધિકારી ડૉ. સ્નેહલ પટેલે પેટલાદ પશુ દવાખાના ને આધુનિક સાધન સુવિધાઓથી સજજ કરવા માટે જિલ્લા પંચાયત સ્વ ભંડોળ સાંસદ -ધારા સભ્ય ની ગ્રાંટ કલેકટર ની ગ્રાંટ એમ નાની-નાની ગ્રાંટો નું સંકલન કરી ને કરેલા પ્રયાસોના કારણે આજે આ નાનકડું દવાખાનું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યું છે. તેટલું જ નહીં પણ આજે આ બે રૃમ નું દવાખાનું સમગ્ર ગુજરાત ના પશુ ચિકિત્સકો માટે "તાલીમ કેન્દ્ર" બન્યું છે.