મોરબીઃ કોમામાં ગયેલ અવચરભાઈએ અંગદાન કરી અન્યોને જીવન બક્ષ્યું
Live TV
-
બ્રેઈન સ્ટ્રોકથી કોમામાં સરી પડેલા અવચરભાઈએ શરીરના અવયવનું દાન કરી કોઈના બુઝાતા જીવનદીપને ઝળહળાં કરવાનું મેળવ્યું શ્રેય
કેટલાક લોકો જીવનભર બીજાનું જીવન સારૂં બનાવવા પ્રયત્નશીલ રહે છે. તેવા લોકો મૃત્યુ બાદ પણ બીજાને શક્ય એટલા મદદરૂપ થવાની ભાવના ધરાવતા હોય છે. મૃત્યુ બાદ બીજાને મદદરૂપ થવાની એક ઘટના તાજેતરમાં બની છે. આવો જાણીએ શું છે તે ઘટના.
મોરબીના અવચરભાઈ પટેલે જિંદગીના છેલ્લા શ્વાસે અન્ય લોકોના જીવનને પ્રજ્વલિત કરવાનું મહાન કાર્ય કર્યું હતું. બ્રેઈન સ્ટ્રોકથી કોમામાં સરી પડેલા અવચરભાઈએ શરીરના અવયવનું દાન કરી કોઈના બુઝાતા જીવનદીપને ઝળહળાં કરવાનું મેળવ્યું શ્રેય. બન્ને કીડની તથા બન્ને આંખોનું કર્યું દાન કર્યું હતું. તેમના અંગદાનથી તેમના પરિવારમાં પણ કોઈ દુઃખની લાગણી નથી.