ભાજપાના રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરામાં મતદાન જન જાગૃતિ રેલી યોજી
Live TV
-
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની આગેવાનીમાં વડોદરામાં મતદાન મહાદાન નામની જન જાગૃતિ રેલી યોજાઈ હતી. વિધાનસભા અધ્યક્ષે તમામ મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી. વડોદરાના માંડવી ગેટથી કલેક્ટર કચેરી સુધી આ રેલીમાં અનેક નાગરિકો જોડાયા હતા. મતદાન માત્ર અધિકાર જ નહીં પરંતુ ફરજ પણ છે, એવો સંદેશો આ રેલીમાં અપાયો હતો. એકસો બે જેટલી વિવિધ સેવાભાવી સંસ્થાઓ, એનજીઓ, સહકારી ક્ષેત્રની સંસ્થાઓ, ઉત્સવ મંડળો તથા મહિલાઓએ આ રેલીમાં ભાગ લીધો હતો.
સમાજમાં ધીરે ધીરે સ્વીકૃતિ પામી રહેલા અનેક કિન્નરોએ પણ આ રેલીમાં ભાગ લીધો હતો.