મહેસાણામાં ભગવાન રામચંદ્રજીની રંગેચંગે રથયાત્રા નીકળી
Live TV
-
રામ સેવા સમિતિ દ્વારા 37મી રથયાત્રાનું નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યુ.
જયશ્રી રામના નાદ સાથે મહેસાણા શહેરમાં ભગવાન રામચંદ્રજીની રંગેચંગે રથયાત્રા નીકળી હતી. રામ સેવા સમિતિ દ્વારા 37મી રથયાત્રાનું નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ. મહેસાણા શહેરમાં નીકળતી સાત કિલોમીટર લાંબી આ રથયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. માર્ગો પર 100થી વધુ સેવા કેમ્પો લગાવવામાં આવ્યા હતા. તથા 350થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. આ યાત્રામાં ભગવાન શ્રી રામના રથની સાથે વિવિધ ઝાંખીઓ સહિત 45 જેટલા રામાયણના દ્રશ્યો સહિત વિવિધ ભજન મંડળીઓએ આકર્ષણ જમાવ્યુ હતુ. ભગવાનશ્રી રામ લક્ષ્મણ અને જાનકી સાથે શાહી સવારી નીકળી હતી જેનું વિવિધ માર્ગો પર ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતું.