મહેસાણા બીએપીએસ મંદિરમાં અન્નકૂટ ધરાવાયો
Live TV
-
મહેસાણાના રાધનપુર સર્કલ પાસે આવેલા BAPS સ્વામીનારાયણ મંદિરે દિવાળીના મહાપર્વનો પ્રારંભ થતા મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે
મહેસાણા BAPS સ્વામીનારાયણ મંદિરે ૧,૫૦૦ વાનગીઓનો હરિભક્તો દ્વારા અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. જ્યાં હજારો દર્શનાર્થીઓ હાજર રહી ભક્તિમય બન્યા હતા. શહેરના રાધનપુર સર્કલ પાસે આવેલા BAPS સ્વામીનારાયણ મંદિરે દિવાળીના મહાપર્વનો પ્રારંભ થતા મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. દિવાળીના ધાર્મિક તહેવારોને લઈ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર મહેસાણા જિલ્લામાંથી ખુબ જ મોટી સંખ્યામાં હરી ભક્તો હાજર રહ્યા હતા ખાસ નાયબ મુખ્ય મંત્રી એ પણ આશીર્વાદ મેળવ્યા હતા.ખાસ આ પ્રસંગે મંદિર તરફથી કોઠારી સ્વામી, સાધુ કરુણા મૂર્તિદાસ ,સાધુ આદર્શ સ્વરૂપદાસ વગેરે એ હાજર રહી આશીર્વાદ આપ્યા હતા.