કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શન કરીને નવા વર્ષની શરૂવાત જોવા મળે છે લોકો
Live TV
-
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના વિશ્વમાં પ્રખ્યાત એવા હનુમાનજી દાદાનું મંદિર કષ્ટભંજન હનુમાનજી દાદાના આ મંદિરે રોજબરોજ હજારો ભક્તો દર્શન કરવા આવે છે
દિવાળી પર્વ બાદનો દિવસ એટલે હિન્દુઓ માટે નવા વર્ષના દિવસ તરીકે માનવવામાં આવે છે.આજના આ દિવસે લોકો નવા વર્ષ ની શરૂવાત ભગવાનના દર્શન કરતા જોવા મળે છે.ત્યારે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના વિશ્વમાં પ્રખ્યાત એવા હનુમાનજી દાદાનું મંદિર કષ્ટભંજન હનુમાનજી દાદાના આ મંદિરે રોજબરોજ હજારો ભક્તો દર્શન કરવા આવે છે. ત્યારે આજે હિન્દૂના નવવર્ષના પ્રારંભ સાથે હજારોની સંખ્યામાં અહીં દૂર દૂરથી હરિ ભક્તો આવી દાદાના દર્શન કરે છે. ત્યારે આજે નવા વર્ષના પ્રારંભ સાથે હનુમાનજી દાદા ને 56 ભોગ અન્નકોટ ધરવામાં આવલ જે 56 ભોગ અન્ન કોટ સાથેના દાદાના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ હતું.