વહેલી સવારથી અંબાજી મંદિરમાં જોવા મળ્યો યાત્રીકોનો ભારે ઘસારો
Live TV
-
માં અંબાના દરબારમાં 56 ભોગનો અન્નકુટ પ્રસાદ ધરાવાયો હતો. જેનો મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી આરતીનો લાભ લીધો હતો
આજથી નવા વર્ષનો શુભારંભ થયો છે. ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે વહેલી સવારથી જ માં અંબાજી મંદિરમાં યાત્રીકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ શક્તિપીઠ અંબાજી દર્શન કરી પોતાના નવા વર્ષ ની શરૂઆત કરી હતી. ઉપરાંત માં અંબાના દરબારમાં 56 ભોગનો અન્નકુટ પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. જેનો મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી આરતીનો લાભ લીધો હતો. જ્યારે પુજારી દ્વારા વૈદિક મંત્રોથી આરતી પુજા કરવામાં આવી હતી. મંદિરના ભટ્ટજી મહારાજ ના જણાવ્યા અનુસાર નવા વર્ષ પહેલા વરસાદ સારો થતો હોવાથી અને દિવાળી ના તહેવારો માં લોકો જેમ અરસ પરસ મીઠુ મો કરાવાતુ હોય છે, તેમ માતાજી ને આજે 56 ભોગ ધરી મીઠુ મો કરાવવા માં આવે છે અને માતાજી ને ધરાવવામાં આવતો રાજભોગ પણ સોનાનાં પાત્રમાં જ ધરાવવામાં આવે છે.