આણંદના બીએપીએસ મંદિરમાં નુતન વર્ષના અન્નકૂટ ઉત્સવનું આયોજન કરાયું
Live TV
-
નુતન વર્ષે કલાત્મક અને ભવ્ય અન્નકૂટ યોજાયો હતો જેમાં 1700 થી વધુ વાનગીઓ ભક્તિભાવપૂર્વક તૈયાર તકરવામા આવી હતી
આણંદ બીએપીએસ મંદિર ખાતે 2018ના દિવાળી નુતન વર્ષના અન્નકૂટ ઉત્સવનું આયોજન કરાયું હતું દિવાળીના દિવસે વેદોક્તવિધિથી મહાપૂજા, ચોપડપૂજન, લક્ષ્મીપુજનવિધિ કરવામાં આવી હતી. આ વર્ષે યોજાયેલ અન્નકૂટમાં 1700 થી વધુ વાનગીઓ ભક્તિભાવપૂર્વક તૈયાર તકરવામા આવી હતી.નુતન વર્ષે કલાત્મક અને ભવ્ય અન્નકૂટ યોજાયો હતો. અને થાળના પદોનું ગાન કરવામા આવ્યું. હતું. સાથે સાથે શાસ્ત્રોક્તવિધિથી ગોવર્ધન પૂજા કરવામા આવી હતી. બપોરે 12 થી સાંજે 7 સુધી અન્નકૂટના દર્શન ખુલ્લા રાખવામા આવ્યા હતા. આ દિવ્ય અવસરે દર્શનનો લાભ લેવા આણંદ મંદિરના કોઠારી પૂ. ભગવતચરણ સ્વામીએ સૌ ભાવિકજનોને આમંત્રણ પાઠવ્યું હતું.